શિશ્નની ચામડી ઉપર ચડતી નથી

asked Dec 27, 2012 in જાતિય શિક્ષણ by annonymus
retagged Jan 20, 2013 by admin
Q 35 A 0 C 1

મને રોજ હસ્તમૈથુન કરવાની ટેવ છે. પણ મને એવું ધ્યાનમાં આવે છે કે મારા શિશ્નની ચામડી ઉપર ચડતી નથી. હું બહુજ પ્રયત્ન કરું છું પણ તો મને ચામડી પર દુખાવો થાય છે પછી રહેવા દઉં છું. તો સમાગમ માં કોઈ તકલીફ પડશે? હજુ મારે લગ્ન થયા નથી. આના માટે કોઈ ઉપાય બતાવશો..

(એક યુવક – મહેસાણા)

 

    

1 Answer

answered Dec 27, 2012 by admin
edited Aug 17 by admin
આપની આ સમસ્યા એ એક રીતે જોઇએ તો સામાન્ય છે પણ જ્ઞાનના અભાવે ઘણીવાર ઘણાં યુવાનો હેરાન થતાં હોય છે અને જો ધ્યાન ન રાખે તો લગ્ન પછી જ્યારે સમાગમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અામડી ફાટી જવાના કે દુઃખાવો થવાના સંજોગો ઉભા થતાં હોય છે.

ચામડી ઉપર ન ચડવી એ એક સામાન્ય અવસ્થા હોય છે. મોટેભાગે નાનપણથી જ આ સમસ્યા હોય છે અને ડૉક્ટરો આનું ઓપરેશન નાનપણમાં જ થઇ જાય તેનો આગ્રહ રાખતાં હોય  છે.  ઘણાં લોકો ધાર્મિક રીતિ પ્રમાણે જેમ સુન્નત કરાવે છે તેમ આમાં પણ સુન્ન્તનું નાનું ઓપરેશન કરાવવાનું હોય છે. આ અવસ્થાને Phimosis કહેવાય છે અને આમાં શિશ્નના આગળના ભાગની ચામડીના સ્નાયુઓ સંકોચાયેલા હોવાના કારણે શિશ્નમણી બહર નિકળી શકતો નથી અને તેને કારણે ચામડી ઉપર ન ચડવાને કારણે સમાગમમાં મુશ્કેલી પડી શકે.

ઓપરેશન માત્ર ૧૦ જ મિનિટમાં પતી જાય અને તે પછી એકાદ દિવસ ઘરે આરામ કરીને આપ અભ્યાસ કે કામકાજ કરી શકો છો. આનો આ સિવાય બીજો કોઇ ઉપાય હોતો નથી તેથી તેના માટે પ્રયત્ન ન કરતાં આપ આપના ફેમિલી ડૉક્ટર અથવા સર્જન ડૉક્ટરને મળી આવશો તો તરત જ તમને બધું ગોઠવી આપશે. આ માટે શરમાવવાની સહેજ પણ જરૂર નથી અને ઘરમાં પિતાને અથવા મોટાભાઇ ને વાત કરી શકો છો.

આના માટે લગ્ન પહેલા ઓછામાં ઓછા છ મહિના પહેલા તમે ઓપરેશન કરાવી નાંખો તે વધુ હિતાવહ છે અને હસ્તમૈથુન ના કારણે આ સમસ્યા થતી નથી. પણ હસ્તમૈથુન જેટલું ઓછા પ્રમાણમાં રહી શકે તે વધુ હિતાવહ છે. ખસ કરીને ઓપરેશન બાદ અમુક સમય સુધી તો તમારે સંપૂર્ણ સંયમ રાખવો આવશ્યક છે.

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

202 questions

90 answers

1,352 users

Related questions

1 answer 10,134 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...