નમસ્તે સર, મારી ઊંમર 25 વર્ષ છે, મને છેલ્લા પાચ વર્ષથી ચોવીસે કલાક માથાના દુખાવા સાથે ચોવીસે કલાક ઊંઘ જ આવ્યા કરે છે, કાનમાંથી જુદા જુદા તીવ્ર અવાજો આવ્યા કરે છે અને 50%ઓછુ સંભળાય છે,બંને નસકોરા વારાફરતી ચાલુબંધ થયા કરે છે બંને નસકોરા એકસાથે ચાલુ રહેતા નથી,કયારેક શરીર થોડુક ગરમ રહે છે, જયારે રાત્રે ખુલ્લી હવામાં સુવુ ત્યાર પછીના દિવસે માથાનો દુખાવો થોડોક વધારે થાય છે, આંખના પાંપણ ઊપર સફેદ કલરના નાના નાના ખોપર વળે છે,સૂર્યાસ્ત અને તે પછીના સમયે શરીરમા ખુબ અશક્તિનો અનુભવ થાય છે ,શરીર સાવ સુસ્ત રહે છે ચહેરો સાવ બેસેલો રહે છે.એલોપથી દવાઓ કરાવેલી પરંતુ એનાથી કોય લાભ થયેલ નથી અને રોગનુ ચોક્કસ નિદાન થયેલ નથી તો આપ સાહેબ યોગ્ય માર્ગદર્શન અને દવાનુ સુચન કરો એવી વિનંતી.(બે ત્રણ વાર મેલેરિયા તાવ આવેલ છે)