મને શીઘ્રપતન થાય છે - early discharge નો પ્રોબ્લેમ છે.

asked Jan 17, 2013 in જાતિય શિક્ષણ by anonymous
edited Jun 26, 2014 by admin
મારી ઉંમર ૩૫ વર્ષ છે અને મને વીર્યનું સ્ખલન જલ્દી થઇ જાય છે

મને ચા પીવાની ટેવ છે અને કોઇ વાર ગુટખા ખાઇ લઉં છું

આ સિવાય કોઇ શારીરિક બિમારી નથી. અને સંભોગ માટે સમય વધે તે માટે મને આયુર્વેદિક ઉપાય જણાવશો.

હું સુરત રહું છું.

(mari-age-35- che-  ok- mane- virya-shakhalan-jaldi-thaijay- che-(early dischaRGE)

mane- tea-piwani-tev-che- koi-war-gutkha-khai-law-chu-

koi-saririk- bimari- nathi-

mane-sambhog- samay-wadhe-te-mate- aaryuwedic-ilaj- bata-wo-

maru-ghar-surat- che)
    

1 Answer

answered Jun 26, 2014 by admin
edited Aug 17 by admin
નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે

આપને શીઘ્ર સ્ખલન ની સમસ્યા છે અને આપને તે સિવાય  કોઇ બિમારી નથી કે કોઇ પણ પ્રકારની દવા પણ લેતાં નથી.

આપની સમસ્યાએ સામાન્ય રીતે મોટાભાગના પુરુષોમાં આ ઉંમરે અથવા તો લગ્નજીવનના ૮-૧૦ વર્ષ સેક્સ માણ્યા પછી સહજ માં જોવા મળે છે. તેનાં કારણોમાં

૧. થોડા વર્ષોના લગ્નજીવન - સેક્સલાઇફ બાદ ઘટતું રહેલું આકર્ષણ

૨. બાળકોનાં કારણે પત્નિ દ્વારા અપાતું ઓછું ધ્યાન કે પ્રતિભાવ

૩. લગ્નના શરૂઆતના કાળમાં યુવાની એ શક્તિ અને વીર્યથી ભરપૂર હોય છે. મતલબ કે પુરૂષ એ વીર્યવાન હોય છે અને ત્યારબાત શરીરમાં શુક્રધાતુ ઓછી થવાથી શીઘ્રપતન જેવી સમસ્યાઓ પેદા થાય છે.

૪. શક્તિવર્ધક કે વીર્યવર્ધક ઔષધો અને ખોરાક એ શરીરને ન મળવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે.

આયુર્વેદ અને કામસૂત્રના ગ્રંથોમાં વર્ણવ્યું છે કે જાતિય જીવન માણતાં રહેલાં પ્રત્યેક પુરુષે પોતાની શક્તિઓ ઓછી ન થાય અને વીર્ય - શુક્રધાતું નબળી ન પડે તે માટે નિત્ય એવા વાજીકર ઔષધોનું સેવન કરવું આવશ્યક છે જે પૌરૂષ શક્તિને જાળવી રાખે. માત્ર સેક્સ માટે જ નહીં પણ આપણાં રોજિંદા વ્યવહારમાં પણ આ પ્રકારના ખોરાક અને ઔષધથી શારીરિક અને માનસિક ક્ષમતા અનેક ગણી વધે છે.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વૄષ્ય યોગ બે ગોળી બે વાર

૨. ચંદ્રપ્રભા વટી ટેબલેટ બે ગોળી બે વાર

૩. વીર્યસ્તંભન વટી એક ગોળી સવાર સાંજ

૪. શુક્રમાતૄકા વટી એક ગોળી બે વાર

૫. વાજીકરણ ચૂર્ણ એક ચમચી દૂધ સાથે બે વાર

૬. વાજીકરણ સ્પેશ્યલ તેલની લિંગ પર નિયમિત માલિશ કરવી જેથી લિંગની નસો મજબૂત થાય છે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.

અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

હમણાં શક્ય હોય એટલી ઓછી વખત સમાગમ રાખવો.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.

યોગાસનઃ

૧. પશ્ચિમોતાનાશન

૨, ચક્રાસન

૩. પવન મુક્તાસન

૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

202 questions

90 answers

1,352 users

Related questions

1 answer 10,162 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...