દામ્પત્ય જીવનમાં કામોત્તેજના વધે તે માટે માર્ગદર્શન

asked Dec 30, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
retagged Jan 20, 2013 by admin
Q 35 A 0 C 1

નમસ્તે સાહેબ !

મારી ઉંમર ૩૮ વર્ષ છે અને મારા પત્ની ની ઉંમર ૩૫ વર્ષ છે અમારા દામ્પત્યજીવનને ૧૫ વર્ષ થયા છે, અત્યાર સુધી તો કોઇ તકલીફ ન હતી પણ હવે ક્યારેક સમાગમ કરતી વખતે તકલીફ પડે છે તેથી દામ્પત્ય જીવનમાં કામોત્તેજના વધે અને પુરુષની સ્તંભન શક્તિવધે તેના કોઇ ઉપાય અને ખાસ આહાર વિશે માર્ગદર્શન આપશો.

    

1 Answer

answered Dec 30, 2012 by admin
edited Aug 17 by admin
 
Best answer
નમસ્તે !!

આપને જે સમસ્યા છે તે આવા સંજોગોમાં મોટાભાગનાં દંપતીમાં વધતા – ઓછા અંશે જોવા મળે જ છે. ઉંમર વધવાને તથા આકર્ષણ ઘટવાને કારણે જાતિય જીવનમાં યુવાની જેવો જોમ અને ઉત્સાહ રહેતો નથી. કૌટુંબિક જવાબદારી વધવાને કારણે પણ આ તરફ ધ્યાન ઘટતું જતું હોય છે, આવા સંજોગોમાં થોડી મુશ્કેલી રહેવાની શક્યતા જરૂર છે.

તેમ છતાં સેક્સ નિવૃત્તિની કોઇ ઉંમર હોતી નથી. અને તેનો આધાર સામાજિક જીવન, માનસિક સ્વસ્થતા, યોગ્ય વાતાવરણ, સામાન્ય તંદુરસ્તી અને જાતિય આકર્ષણ આ બધા પર રહેલો છે અને તેથી તે બધા નો સરવાળો કરીએ ત્યારે જ ખબર પડે કે આપણે હવે કેટલું પામી શકીશું. તેમ છતાં તેમાં યોગ્ય આહાર અને જરૂર પડ્યે શુદ્ધ આયુર્વેદિક – આડઅસર વિનાની – યોગ્ય માધ્યમ એટલે કે પ્રમાણિત વૈદ્ય પાસેથી લીધેલ હોય તો જ તે કામનું છે.

આપની સમસ્યામાં સૌથી પહેલા તો કામોત્તેજના એ શારિરીક ઓછી અને માનસિક વધારે તેવી અવસ્થા છે. પરસ્પર એકબીજા માટેનું આકર્ષણ અને એકબીજા માટેની ઉત્કટતા તેમાં વધારે ઉપયોગી નિવડે છે અને રહી વાત લાંબા સમય સુધી સ્તંભન ટકાવી રાખવાની … તો તે શક્ય છે યોગ્ય આહાર અને સાથે યોગ્ય રીતે લેવાયેલ વાજીકરણ શક્તિ વધારનારા ઔષધોથી.

આજકાલ બજારમાં પુરુષ શકિત વધારનારાં ઔષધોનો રાફડો ફાટ્યો છે અને જો તમે કેમિસ્ટ પાસે જઇને માંગો તો ઢગલો કરી દે છે, આવા સંજોગોમાં તમને લાભ થશે કે નહિં તે તો ખબર નથી પણ તે કેમિસ્ટ અને દવા બનાવનાર ને જરૂર ફાયદો થશે. સામાન્ય રીતે આ પ્રકારની દવાની ગુણવત્તા અને ઉપયોગિતા માટે હંમેશા પ્રશ્ન રહે જ છે અને આ પ્રકારની દવાઓ સીધે-સીધી કોઇ ફાર્મસી – જાહેરાત કરીને બજારમાં વહેંચી ન શકે તે માટે ઔષધ નિયમન તંત્ર જાગૃત જ છે.

અમુક પ્રકારના ઔષધ વૈદ્ય જાતે જ બનાવીને વાપરતાં હોય છે અથવા તો ફાર્મસી એ માત્ર વૈદ્યને જ વેચી શકે છે, તેથી આ બાબતને ધ્યાનમાં લેવી હિતાવહ છે.

ઔષધ માટે તો આપે યોગ્ય આયુર્વેદ કન્સલ્ટન્સ્ટ નો જ સંપર્ક કરવો રહ્યો. આપ ઓનલાઇન કન્સલ્ટીંગ દ્વારા ઔષધ મંગાવી શકો છો.

આહાર માટે..

સૂકોમેવો, દૂધ,ઘી, માખણ એ વધારે હિતકર છે.

અડદીયા પાક અને શિયાળામાં બનાવવામાં આવતા વસાણાં પણ જાતિય શક્તિ વધારે છે.

કૌચાપાક જેવા વિવિધ પાકો પણ ઉપયોગી છે.

અશ્વગંધા અને શતાવરી ના ચૂર્ણથી બનાવેલ શીરો પણ ખાઇ શકાય.

----------------
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ

Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
facebook : https://www.facebook.com/askayurveda
Twitter : https://twitter.com/atharvaherbal
Whatsapp : +91-9825040844
--------------

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
--------------

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com
commented Mar 23, 2013 by anonymous
edited Mar 23, 2013

નમસ્તે સર....

મારી ઉંમર 30 છે.  મારું સેકસ જીવન ખુબજ રોમેન્ટીક અને 
સરસ હતું ફોર-પ્લે-આફ્ટર પ્લે...  ખરેખર પણ અચાનક થોડા સમયથી
મારા શિશ્ર્ન માં ઢીલાસ આવી ગઈ છે.. હું સેક્સ કરવા જાઉં પણ સેક્સ કરી નથી શકતો સેક્સ ની શરુવાત માં શિશ્ર્ન સેક્સ માટે તૈયાર હોય પણ થોડી વાર પછી શીથીલ થવા થી સેક્સ નથી માણી શકતો હું ખુબજ નીરાશ છું.
મને કોઈ આર્યવેદીક ઈલાજ બતાવશો...
મારી નાની ઉંમર માં મને જલ્દી તકલીફ દુર  થાય એ માટે આપ ઉપાય બતાવશો તો આપનો ખુબ ખુબ આભારી રહીશ
 

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

202 questions

90 answers

1,347 users

Related questions

1 answer 10,019 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...