• Register

Share this question

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

મોઢા પર ખીલ થઈ ગયા છે, સારા નથી થતા... યોગ્ય ઉપાય જણાવો?

1 Answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને ખીલની સમસ્યા છે. 
સામાન્ય રીતે યુવાવસ્થાની શરૂઆતમાં ખીલ થવા એ સ્વાભાવિક છે અને તેનું મુખ્ય કારણ એ અંતઃસ્ત્રાવોમાં આવતા બદલ ને કારણે છે. આ ઉંમરમાં બજારના નાસ્તા, ખાવા-પીવાની ખોટી આદતો તથા ઉજાગરા વગેરે આને ઝડપથી વધારી દે છે, આવા સમયે આ બધી બાબતો પ્રત્યે સભાન રહીને થોડા આયુર્વેદના ઔષધોનું સેવન કરવામાં આવે તો આ સમસ્યામાંથી બહાર નિકળી શકાય  છે. સામન્ય સંજોગોમાં થોડા પ્રમાણમાં ખીલનાં દાણા તો નિકળે જ છે પણ દવાને કારણે રક્ત શુદ્ધિ થતી રહેવાથી ખાડા પડવાનાં કે ડાઘ પડવાના સંજોગો બનતા નથી
 
 
નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
 
૧. મહા મંજીષ્ઠાદિ ઘન વટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર
૩. વાસા ઘનવટી બે ગોળી બે વાર
૪. કિશોર ગુગલ ટેબલેટ બે ગોળી બે વાર
૫. Syrup Japonica ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.
૭. ફેસપેક ગુલાબજળ સાથે લગાવવા માટે - દિવસ દરમ્યાન જ ઉપયોગ કરવો.
 
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
 
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. વમન કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
 
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
 
નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 
 
આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.
 
વધુ માહિતી માટે સંપર્ક કરો..
 
વૈદ્ય નિકુલ પટેલ 
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
 
ફોન : +91-79-652 40844;  મોઃ +91-9825040844
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
 
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
 
Email : lifecareayurveda@gmail.com
 
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
answered Jan 28, 2014 by admin

Related questions

1 answer 6,965 views
6,965 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 3,102 views
3,102 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 5,600 views
5,600 views asked Jun 28, 2015 in સેક્સ સમસ્યા by needhelp4me
1 answer 1,675 views
1,675 views asked May 29, 2013 in જાતિય મૂંઝવણ by rajput dilip
1 answer 822 views
822 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
1 answer 2,208 views
2,208 views asked Jul 22, 2013 in વંધ્યત્વ by tejal patel
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...