વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,853 users

કોન્ડમ કે દવાનો ઉપયોગ કર્યા વગર સેક્સ કરી શકાય? ગર્ભધારણ કરવુ નથી.

નમસ્તે સાહેબ,

મારાં હમણાં નજીકમાં જ લગ્કેન થવાનાં છે અને મારે તે જાણવું છે કે કોન્ડોમ દવાનો ઉપયોગ કર્યા વગર સેક્સ કરી શકાય? ગર્ભધારણ કરવુ નથી તો તેના માટે શું ધ્યાન રાખવું આવશ્યક છે?
asked Jan 7, 2014 in જાતિય મૂંઝવણ by Ritesh rana
recategorized Jan 10, 2014 by admin
Q 3 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે મનીષા બહેન 

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યાએ કોઇ રોગની સમસ્યા નથી પણ જાતિય શિક્ષણને લગતી છે.

૧. એક સામાન્ય વાત સમજી લઇએ કે લગ્નજીવનની સાથે સાથે જ્યારે જાતિય જીવન માં પતિ-પત્નિ સક્રિય થાય છે ત્યારે ગર્ભ રહેવાની શક્યતાઓ શરૂઆતમાં ખૂબ જ વધારે હોય છે અને ત્યારબાદ વર્ષે - વર્ષે તે થોડા પ્રમાણમાં કુદરતી રીતે જ ઘતતી જતી હોય છે તેથી હમણાં કદાચ આપ ગર્ભધારણ માટે તૈયાર ન હો તો વાંધો નહીં પણ વધારે લાંબા સમય સુધી ગર્ભ નિરોધ કરીને પછી ગર્ભ રહેવામાં તકલીફ ઊભી ન કરવી જોઇએ.

૨. જ્યારે ગર્ભધારણ માટેના યોગ્ય સમયે એટલે કે સ્ત્રીબીજ છૂટું પડવાના સમયે અથવા તેના એક - બે દિવસ પહેલાથી જો યોનિમાં વીર્યસ્ખલન થાય તો ગર્ભ રહેવાની શકયતા રહે જ છે અને તેથી તેના માટે સાવચેતી રાખવી આવશ્યક છે.તેના માટે..

- તે દિવસોમાં (સામાન્ય રીતે જો માસિક સ્ત્રાવ નિયમિત રૂપે મહિને થતો હોય તો માસિક સ્ત્રાવ શરૂ થયાનાં ૧૨ થી ૧૬ દિવસની વચ્ચે જો સમાગમ દરમ્યાન વીર્ય સ્ખલન થાય તો ગર્ભ રહેવાની શકયતા વધુ રહે છે. તેથી તે દિવસોમાં સમાગમ ન જ કરવો હિતાવહ છે.

- સાવચેતીના પગલાં રૂપે મસિક સ્ત્રાવ નાં બીજા અને ત્રીજા અઠવાડિયામાં કોન્ડોમનો ઉપયોગ કરીને સમાગમ રાખો અને બાકીના દિવસોમાં કોન્ડોમ વગર પણ સ્ખલન બહાર થાય તે રીતે સમાગમ કરવો જોઇએ. તેમ છતાં જો ગર્ભ રહી જાય તો તેને સ્વિકરવાની તૈયારી રાખવી વધારે હિતાવહ છે. 

- ઇમર્જન્સી ગર્ભનિરોધક દવાઓ લેવા કરતાં કોન્ડોમનો ઉપયોગ વધારે સલાહ ભર્યો છે.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 10, 2014 by admin
edited Apr 10, 2018 by admin

Related questions

1 answer 14,126 views
14,126 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 42,810 views
42,810 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 30,960 views
30,960 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 13,346 views
13,346 views asked Jun 28, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
1 answer 3,568 views
3,568 views asked Sep 15, 2015 in જાતિય મૂંઝવણ by Bhupat Nai
1 answer 5,389 views
1 answer 2,456 views
2,456 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...