• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

92 answers

1,976 users

kabijiyat ane acidity. – કબજિયાત અને એસીડીટી

I am c.a. final student. My age is 23 years. i have a constipation problem since last 10- 12 years. my nature is isolated & reserve. From last 1 year I have many problems of stomach, including gastric, acidity, digesting & constipation is a routine problem. I am also pranayama 20 minutes almost 5 days in a week. Now 2 months are pending in my exams. I worked for 12-13 hrs each day. But due to above probs. i m not able to do much work. Recently before 1 month i met one gastro doctor who suggests me to walk at night after dinner. my weight till today is 46 kg. My weight is reducing from last 1.5 year almost 8 kgs. Also some medicines he gave me including issabgul. He told i have digesting problems. My all reports of stomach are normal including sonography &X-ray.Now it is very crucial time for me for my carrier. Please suggest how i can prevent these problems during my examination 90 days so i more concentrated on my study. Please doctor help.

નમસ્તે સાહેબ, હું સી.એ. ફાઇનલ વિદ્યાર્થી છું.. મારી ઉંમર ૨૩ વર્ષ છે. મને છેલ્લા દસ – બાર વર્ષથી કબજિયાતની તકલીફ છે. મારો સંકોચશીલ અને એકલતાવાળો સ્વભાવ છે. છેલ્લાં એક વર્ષથી મને એસિડીટી, ગેસ, પાચન અને કબજિયાત જેવી પેટની અનેક સમસ્યાઓ રહે છે. હું દરરોજ ૨૦ મિનિટ અઠવાડિયામાં પાંચ દિવસ પ્રાણાયામ કરું છું અને હવે મારી પરિક્ષાને માત્ર ૨ મહિના જ બાકી છે. હું દરરોજ ૧૨-૧૩ કલાક અભ્યાસ કરું છું. પણ આ બધા પ્રોબ્લેમ ને કારણે હું વધારે અભ્યાસ કરી શકતો નથી. હમણાં જ એક મહિના પહેલાં હું એક ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ને મળ્યો અને તેમણે મને રાત્રે જમ્યા પછી ચાલવા જવાનું સૂચન કર્યું. આજે પણ મારું વજન માત્ર ૪૬ કિલો જ છે. આ દોઢ વર્ષમાં મારું વજન ૮ કિલો ઘટી ગયું છે. તેમને મને ઇસબગુલ અને બીજી દવાઓ આપી છે, અને મને પાચનને લગતી સમસ્યા છે તેવું મને કહ્યું છે, પણ મારા બધાં રિપોર્ટ, સોનોગ્રાફી અને એક્સ-રે બધું જ નોર્મલ આવે છે. મારાં માટે મારી કારકિર્દીની આ એકદમ નાજુક ક્ષણો છે.

આપશ્રીને વિનંતી છે કે મને આ સ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો અને યોગ્ય ઉપચાર બતાવો કે જેથી હું આ સ્થિતિમાંથી ૯૦ દિવસમાંથી બહાર આવી જાઉં અને હું મારા અભ્યાસ અને પરીક્ષામાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકું. આભાર સહ આપનો જપન પરીખ.
asked Sep 13, 2013 in કબજિયાત by japan parikh
retagged Sep 12, 2016 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

 
Best answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને ગેસ, એસિડિટી, પાચનની તકલીફ અને પેટની સમસ્યાઓ છે જેને કારણે તમને કબજીયાત પણ રહે છે. અને કબજીયાત રહેવાના કારણે તમારુ ધ્યાન હંમેશા પેટ તરફ જ રહેતુ હોય છે. જે તમને ડિપ્રેસ ( ચિંતિત) કરે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપે ઘણા બધા ડૉકટરને પણ બતાવ્યું છે. રાત્રે જમ્યા પછી ચાલવાનો પણ પ્રયત્ન કરો છો. વજન પણ ઘટી ગયુ છે. ઈસબગુલ જેવી અન્ય ઘણી બધી દવાઓ લેવા છતાં પણ તમને કોઈ ફરક પડતો નથી. રીપોર્ટસ બધા નોર્મલ આવે છે. જેને કારણે થઈને તમને ટેન્સન પણ વધી ગયું છે. આ બધી સમસ્યાઓમાંથી બહાર આવવા માટે તમે દરરોજ નિયમિત પ્રાણાયમ પણ કરો છો પણ સાથે સાથે પરીક્ષાનું ટેન્સન પણ આપને રહ્યા કરે છે.  
    જપન ભાઈ આપની આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે સૌથી મહત્વની વસ્તુ તો એ જ છે કે આપે આપની પાચન શકિતને વધારવી પડશે અને પાચન શકિત વધારવા માટે તમારે નીચેની વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
૧. સવારે નિયમિત વહેલા ઉઠવું. ઉઠીને ઓછા નામે ૨૦-૨૫ મિનિટ ઝડપથી ચાલવા જવું,
૨. ૧૫ મિનિટ પ્રાણાયમ કરો.
૩. ખોરાક નિયમિત લો.
૪. સમયસર સૂવાનુ, સમયસર જમવાનુ, સમયસર વહેલા ઉઠવાનુ આ જેટલું તમે કરી શકશો તેટલું વધારે સારુ તમારું પાચન ગોઠવી શકશો.

પરીક્ષા હોય કે ન હોય સામાન્ય રીતે ૬ થી ૭ કલાક તમારે નિયમિત ઊંઘ લેવી જ જોઈએ પણ પરીક્ષાના બહાને અથવા પરીક્ષાના નામ હેઠળ ઘણી વાર રાત્રે ઉજાગરા થતા હોય અને દિવસે ઊંઘ લેતા હોય તો તે ના કરતા. તમે રાત્રે જ ઊંઘ લો સવારે વહેલા ઉઠીને વાંચવાનું રાખો અને રાત્રે વહેલા સૂઈ જવાનું રાખો. તો પણ તમારી આ સમસ્યા ઘણી હળવી થશે. બીજી વાત બહુ મહત્વની છે કે તમને તમારા મનમાં ખૂબ જ ગંભીર બિમારી થઈ છે તે કાઢી નાખો; માત્ર ને માત્ર પાચન ની સમસ્યાઓ છે ને પાચન ની સમસ્યાના કારણે તમને આ બધા જ પ્રશ્ર્નો થાય છે જે આયુર્વેદિક દવાથી તમે સુધારી શકશો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. ચિત્રકાદિ વટી  બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. અવિપતિકર ટેબલેટ બે ગોળી બે વાર
૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.
૪. મેધ્ય રસાયણ ટેબલેટ બે ગોળી બે વાર
૫. ગેસ્ટ્રોન સિરપ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
૬. એરંડ ભૃષ્ટ હરિતકી ચૂર્ણ રાત્રે સૂતી વખતે એક ચમચી હૂંફાળાં પાણી સાથે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Sep 12, 2016 by admin
edited Apr 11 by admin

Related questions

1 answer 300 views
300 views asked Sep 30, 2013 in આયુર્વેદ by annonymus
1 answer 713 views
713 views asked Mar 21, 2016 in સેક્સ સમસ્યા by Hardevsinh
1 answer 2,431 views
2,431 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 363 views
363 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
0 answers 177 views
177 views asked Apr 28, 2017 in વંધ્યત્વ by વિશાલ દત્તાણી
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...